તમારા માતા પિતાને મળશે 60 વર્ષ પછી પેન્શન યોજના 2024 : દર મહિને મળશે 5,000 પેન્શન જાણ વધુ માહિતી

મિત્રો,  તમારા પરિવારમાં જેની પાસે સરકારી નોકરી નથી. તેઓ તેમના વૃદ્ધ અવસ્થામાં જો પેન્શન મેળવવા માંગતા હોય તો, તેઓ કઈ રીતે પેન્શન મેળવી શકે. તેના વિશે આજે અમે આ આર્ટીકલમાં સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.

60 વર્ષ પછી પેન્શન આપે એવી ઘણી બધી સરકારી અને બિન સરકારી યોજનાઓ માર્કેટમાં ચાલુ છે. પરંતુ એમાંથી જે સૌથી સારી અને તમને વૃદ્ધ અવસ્થામાં એટલે કે 60 વર્ષ પછી પેન્શન આપે એવી યોજના, અટલ પેન્શન યોજના છે, આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. અને ત્યાર પછી તમારે દર મહિને પ્રીમિયમ ભરવાનું રહેશે. આ યોજના થકી તમને 60 વર્ષની ઉંમર થી 5 હજાર કે તેથી ઓછી પેન્શન યોજના મળવાની શરૂ થઈ જશે. તો મિત્રો આજે આપણે આ આર્ટિકલમાં 60 વર્ષ પછી પેન્શન યોજના જે અટલ પેન્શન યોજના છે. એના વિશે મહત્વની વાત કરીશું, તે માટે આપણે આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચીશું .

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

અટલ પેન્શન યોજના 2024 શું છે ?

આ એક પ્રકારની યોજના છે. જેને શરૂઆત કેન્દ્ર સરકારે કરી છે. આ યોજના થકી જેની સરકારી નોકરી નથી, પરંતુ પેન્શન મેળવવા ની ઈચ્છા રાખે છે. એવા સમગ્ર ભારતના લોકો માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના નાગરિકોને પણ આ યોજનાનો લાભ મળશે.

અટલ પેન્શન યોજના માટે આવેદન કરવાની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચેની છે. જો તમારી અથવા તમારા ઘરના કોઈ સભ્યની ઉંમર 18 થી 40 ની વચ્ચે છે. તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. આ યોજનામાં 60 વર્ષની ઉંમર થયા બાદ, તમને દર મહિને તમારા નિર્ધારિત પેન્શન મળવાનું ચાલુ થઈ જશે.

અટલ પેન્શન યોજના 2024 નો લાભ

અટલ પેન્શન યોજનામાં જે આવેદક અરજી કરશે એમને એમની 60 વર્ષની ઉંમર થતાં જ દર મહિને 5000 કે તેથી          ઓછી પેન્શન યોજના મળવા પાત્ર રહેશે
જો 60 વર્ષ પહેલા અરજદારની કઈ અકસ્માત રીતે મૃત્યુ થઈ જાય છે તો તેના ઓમીની ને આ યોજના નો લાભ               મળશે
~  અટલ પેન્શન યોજના થકી જે પેન્શન મળશે તે સીધા અરજદારના બેન્ક ખાતામાં જમા થશે

અટલ પેન્શન યોજના 2024 ની પાત્રતા

  •  અરજદાર ભારત દેશનો નાગરિક હોવો જ જોઈએ.
  •  અરજદારની  ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હશે. તો તેને આ યોજના નો લાભ મળવા પાત્ર ગણવામાં આવશે.
  •  અરજદાર કોઈ પણ સરકારી નોકરી અથવા સરકારી સંસ્થા સાથે જોડાયેલ હશે તો તેને આ યોજનાનો લાભ          મળવા પાત્ર નથી.
  •  અરજદારની પાસે બેંકમાં અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જોઈએ.
  •  અરજદારના બચત બેંક ખાતા સાથે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લીંક હોવા જોઈએ.

અટલ પેન્શન યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજ

  •  અરજદાર નું આધારકાર્ડ
  • અરજદારનું પાનકાર્ડ
  • અરજદારનું નિવાસ પ્રમાણપત્ર
  • અરજદારનું જાતિ પ્રમાણપત્ર
  • અરજદારના પાસપોર્ટ સાઇઝના ફોટા
  • અરજદારના બેન્ક પાસબુક ની નકલ
  • અરજદારનું એપીવાય રજીસ્ટેશન નુ ફોર્મ

અટલ પેન્શન યોજના 2024 માટે 60 વર્ષ પછી અરજી કેવી રીતે કરવી.

જો તમે પણ 60 વર્ષ પછી પેન્શન યોજના નો લાભ લેવા માંગો છો. તો તમારા માટે સૌથી સારી અને બેસ્ટ યોજના એટલે અટલ પેન્શન યોજના આ યોજનામાં તમે બે રીતે અરજી કરી શકો છો, ઓનલાઇન અને ઓફલાઈન. અને ઓફલાઈન અરજી કરવા તમે બેંકની બ્રાન્ચમાં જઈને તમે આ યોજના માટે અરજી કરી શકો છો. અહીં નીચે મુજબ અમે તમને બે રીતે અરજી કરવાની સરળ પ્રક્રિયા નીચે મુજબ છે.

અટલ પેન્શન યોજના 2024 માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

1.  સૌથી પહેલા તમારે  google app  ઓપન કરવાનું રહેશે ત્યાર પછી તેમાં APY  registration  લખીને સર્ચ          કરો.
2.  તેના પછી તમારે પહેલાં જ રિઝલ્ટમાં ENPS વેબસાઇટ મળી જશે તેના પર ક્લિક કરો.
3.  એના પછી તમે ડાયરેક્ટ APY  registration ના ફોર્મ પર Redirect  થઈ જશો.
4.  આ રજીસ્ટ્રેશન ફોર્મ માં તમારી પાસે તમારી અંગત માહિતી માંગવામાં આવશે. તે માહિતી સંપૂર્ણ રીતે કાળજીપૂર્વક         ભરો. અને તેના પછી તમને 60 વર્ષ બાદ કેટલા રૂપિયાનો પેન્શન જોઈએ છે. પ્રતિ મહિના માં એની માહિતી પણ        ભરો. અને ત્યારબાદ તમે આ ફોર્મ ના સબમીટ ના બટન પર ક્લિક કરો.
5.  ઉપર દર્શાવેલી માહિતી પ્રમાણે તમે અટલ પેન્શન યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો.

અટલ પેન્શન યોજના માટે ઓફલાઈન અરજી પ્રક્રિયા

અટલ પેન્શન યોજનામાં ઓફલાઈન અરજી કરવા માટે તમારે તમારા નજીકના બેંક બ્રાન્ચમાં જવું. પડશે ત્યાર પછી તમારે બેંક ના સ્ટાફ દ્વારા અટલ પેન્શન યોજના 2024 માટેનું ફોર્મ પ્રાપ્ત કરવું પડશે. અને આ ફોર્મમાં માંગેલી માહિતી તમારે કાળજીપૂર્વક ભરવાની રહેશે. અને ત્યાર પછી તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા જરૂરિયાત પ્રમાણે ફોર્મ પર ચોંટાડો અને સિગ્નેચર કરીને બેન્ક મેનેજર પાસે ફોર્મ જમા કરાવી દો. આ રીતે તમે ઓફલાઈન અરજી કરી શકો છો.

60 વર્ષ પછી પેન્શન યોજના કેવી રીતે મળશે

આ પ્રકારના પ્રશ્નો તમારામાંથી ઘણા લોકોને હશે કે 60 વર્ષ પછી અટલ પેન્શન યોજના ની પેન્શન મળશે. તો મિત્રો આપણે તમને આ સ્ટ્રેશન આપીએ કે તમને જરૂર 60 વર્ષની ઉંમરથી તમારા બેંક ખાતામાં તમને જેટલું પણ પેન્શન સિલેક્ટ કરેલું છે, તે પ્રમાણે તમને મળશે. પરંતુ તમારે એક એક મહિના પર આ યોજનાનો પ્રીમિયમ ભરવાનું રહેશે.

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top