ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગમાં પ્રિન્ટિંગ પ્રેસ માટે અલગ અલગ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી હતી.
પ્રિન્ટિંગ પ્રેસ ભરતીની અરજી કરવાની પ્રક્રિયા 16 એપ્રિલ 2024 થી ઓજસ ની વેબસાઈટ પર ઓનલાઈન શરૂ થઈ ગઈ છે અને તમે 30 એપ્રિલ 2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકો છો.
આ ભરતી અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અને ભાવનગર ભાવનગર ની પ્રિન્ટિંગ પ્રેસમાં જગ્યાઓ ભરવા માટે કરવામાં આવી હતી. અરજી કરવા માટેની ઉંમર મર્યાદા 18 વર્ષથી ૩૩ વર્ષ સુધીની નક્કી કરવામાં આવી છે અને હાલમાં 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે.
GSSSB Bharti 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળની પ્રિન્ટિંગ પ્રેસઓની કચેરીઓમાં તાંત્રિક સર્વજ્ઞની નીચે દર્શાવેલ જગ્યા ઉપર છે સીધી ભરતી કરવામાં આવી હતી જેના ફોર્મ 16 એપ્રિલ 2024 થી ઓજસ ની વેબસાઈટ પર ભરાવાના શરૂ થઈ ગયા છે અને 30 એપ્રિલ 2024 સુધી તમે આ ફોર્મ ભરી શકો છો તેના માટે તમારે https://ojas.gujarat.gov.in પર જવું પડશે.
AMC જુનિયર ક્લાર્ક ભરતી: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વધારો, 15 એપ્રિલ થી વધારીને 19 એપ્રિલ કરાઈ
ઉદ્યોગ અને ખાણ વિભાગ માં કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી
ઉમેદવારોની અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા તથા ભાવનગરના પ્રેસમાં ભરતી કરાશે.
પોસ્ટ | જગ્યા |
---|---|
આસિસ્ટન્ટ બાઈન્ડર | 66 |
આસિસ્ટન્ટ મશીનમેન | 70 |
કોપી હોલ્ડર | 10 |
પ્રોસેસ આસિસ્ટન્ટ | 3 |
ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર | 5 |
અરજી ફી:
- સામાન્ય કેટેગરીના ઉમેદવારો: ₹500
- અનામત કેટેગરીના ઉમેદવારો: ₹400
પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે.
લાયકાત
ઉમેદવારની ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પગાર
પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે ₹26,000નો નિશ્ચિત પગાર મળશે.