Power Driven Chafcutter Sahay Yojana 2024: આ રીતે મેળવો ફટાફટ લાભ આ યોજનાં નો

પશુપાલન એ ગુજરાતની ગ્રામીણ અર્થવ્યવસ્થાનો મહત્વનો એક ભાગ છે પશુઓના આહાર ની ગુણવત્તા સુધારવા અને પશુપાલકોની આવક વધારવા માટે ગુજરાત સરકારે પાવર ડ્રીવન ચાફ કટર ખરીદી પર સહાય યોજના શરૂ કરી છે આ યોજના નો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોને આધુનિક ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન કરવાનો અને તેમની આજીવિકા સુધારવાનો છે

ગુજરાતના તમામ ખેડૂત આ યોજનાનો લાભ મેળવીને પાવર ડ્રીવન ચાફ કટર ખરીદી કરી શકે છે જેનાથી ચારો સારી રીતે કપાય છે તેમજ પશુઓના પાચનમાં સુધારો કરે છે અને પશુપાલકોની આવકમાં વધારો પણ થાય છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

પાવર ડ્રીવન ચાફકટર સહાય યોજના નો હેતુ

ખેતી અને પશુપાલન એકબીજા સાથે જોડાયેલ વ્યવસાયો છે ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતા હોય છે ખેતીમાં જુવાર બાજરી મકાઈ કે અન્ય પાકોનો ઘાસચારો દુધાળા પશુઓને આપવામાં આવે છે પરંતુ ઘાસચારો કાપવામાં ઘણો બધો સમય લાગે છે છતાં પણ મશીન જેવા ટુકડા થતા નથી જેથી ખેડૂતો તો ને મદદ માટે પાવર ડ્રીવન ચાફ કટર સહાય યોજના ખરીદવી પડે છે ખેડૂતોને સબસીડી પર આપવામાં આવે છે.

₹ 48,000/- સુધીના મફત સાધન સહાય માનવ કલ્યાણ યોજના 2024

પાવર ડ્રીવન ચાફકટર યોજનાની પાત્રતા

  • અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ
  • લાભાર્થી પાસે ઓછામાં ઓછા પાંચ પશુઓ હોવા જોઈએ જેમ કે (ગાય ભેંસ બકરી)
  • આ યોજના અંતર્ગત ત્રણ કેટેગરી છે

નાના સીમાંત અને મહિલા વર્ગ
આ વર્ગના લાભાર્થી ખેડૂતો માટે 75% સહાય અથવા તો મહત્તમ 18000 રૂપિયા આપવામાં આવશે

આદિજાતિ વર્ગ
આ વર્ગના લાભાર્થી ખેડૂતો માટે 75% સહાય અથવા તો મહત્તમ 18000 રૂપિયા આપવામાં આવશે

ST વર્ગ
આ વર્ગના લાભાર્થી માટે 75% સહાય અથવા તો મહત્તમ 18000 રૂપિયા આપવામાં આવશે

પાવર ડ્રીવન ચાફકટર ખરીદી સહાય માટે જરૂરી દસ્તાવેજો

ખેડૂત માટે આઈ ખેડુત પોર્ટલ બનાવેલ છે જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે ચાફ કટર યોજના નું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે પ્રમાણેના દસ્તાવેજો જોઈશે

  • ખેડૂતના જમીનના7/12
  • ખેડૂતની રેશનકાર્ડ ની નકલ
  • ખેડૂતની આધાર કાર્ડ ની નકલ
  • અનુસૂચિત જાતિનો હોય તો તેમનું પ્રમાણપત્ર
  • અનુસૂચિત જનજાતિ નો હોય તો તેમનું પ્રમાણપત્ર
  • વિકલાંગ માટે વિકલાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ
  • બેંક ખાતાની પાસબુક
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • મોબાઈલ નંબર
  • પાવર ડ્રીવન ચાફકટર યોજના સહાય મેળવવાની પ્રક્રિયા

પાવર ડ્રીવન ચાફકટર યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

ખેડૂતો જાતે પણ ઓનલાઇન અરજી કરી શકે છે તો એ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે

  • સૌપ્રથમ google સર્ચમાં આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  • Google સર્ચ રિઝલ્ટમાંથી અધિકૃત વેબસાઈટ ખોલવી
  • ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરો
  • જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર 2 પર આવેલી પશુપાલનની યોજનાઓ માટે અહીં ક્લિક કરો ખોલવાની રહેશે
  • જેમાં પશુપાલનની યોજનાઓ ખોલ્યા બાદ 2024 અને 2025 ની કુલ 28 યોજનાઓ બતાવશે
  • જેમાં ક્રમ નંબર 5 પર પાવર ડ્રીવન ચાફ કટર ખરીદી પર સહાયમાં ક્લિક કરવાનું રહેશે
  • પાવર ડ્રીવન ચાફકટર સહાય યોજના ની તમામ માહિતી વાંચ્યા પછી અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
  • તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો અગાઉ રજીસ્ટર કરેલું હોય તો હા અને નથી કર્યું તો ના કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ફોટો સબમીટ કરવાનો રહેશે
  • જો લાભાર્થી આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરો
  • ખેડૂત ઓનલાઇન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈ પૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે
  • ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ થઈ ગયા પછી કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં
  • અંતે ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકાશે

ગુજરાતના પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ પગલું છે આ યોજના તેમને આધુનિક ટેકનોલોજી અપનાવવા અને ઉત્પાદન વધારવા અને આવકમાં વધારો કરવા માટે સક્ષમ બનાવે છે સરકારના આ પ્રયાસથી પશુપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે અને ગુજરાતના ગ્રામીણ વિકાસની વેગ મળશે

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top