એક લાખના ખર્ચ પર તમારે ફક્ત ₹925 જ આપવાના, તો રાહ શેની જલ્દીથી અરજી કરો Shravan tirth Darshan Yojana 2024: શ્રવણની કાવડ વાળી સ્ટોરી તો તમે બધાએ જોયેલી કે સાંભળેલી જ હશે, જેમાં શ્રવણ પોતાના વૃદ્ધ મા-બાપને કાવડ માં યાત્રા કરાવે છે, હવે શ્રવણ નું આ મહાન કાર્ય આપણી ગુજરાત સરકારે હાથમાં લીધું છે, જી હા, તમે સાચું સાંભળ્યું. હવે ગુજરાત સરકાર ગુજરાતના વૃદ્ધ મા બાપને મફતમાં યાત્રા કરાવશે.
આ કાર્ય માટે ગુજરાત સરકારે ગુજરાતમાં એક યોજના અમલમાં મૂકી છે જેનું નામ છે – શ્રવણ તીર્થ દર્શન યોજના 2024. જો તમે પણ આર્થિક અથડામણમાં ફસાયેલા છો અને તમે તમારા મા બાપને યાત્રા કરાવવા ની ઈચ્છા ધરાવો છો તો આ યોજના સ્પેશ્યલી તમારા માટે જ છે. તો ચાલો જાણીએ આ યોજના દ્વારા કેવી રીતે તમે તમારા વૃદ્ધ મા બાપને યાત્રા કરાવી શકશો.
શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 નો મુખ્ય ઉદ્દેશ્ય Shravan tirth Darshan Yojana 2024
સામાન્ય રીતે વૃદ્ધ મા બાપની છેલ્લે એક ઈચ્છા હોય છે કે તેઓ યાત્રા કરે પરંતુ આર્થિક કટોકટીને લીધે તેઓ પોતાની આ ઈચ્છા પણ પૂરી કરી શકતા નથી, પરંતુ ગુજરાત સરકારે ગુજરાતના વૃદ્ધ મા-બાપને આ ઈચ્છા પૂરી કરવાનો નિર્ણય કર્યો છે, તેથી જ ગુજરાતી સરકાર ઓછામાં ઓછા ખર્ચે ગુજરાતના વૃદ્ધ મા બાપને શ્રવણ બનીને આ શ્રવણ તીર્થ દર્શન યોજના દ્વારા યાત્રા કરાવે છે.
શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 દ્વારા કયા કયા સ્થળોની યાત્રા થશે ?
- ગિરનાર
- અંબાજી
- સોમનાથ
- દ્વારકા
- ડાકોર
- શામળાજી
- પાવાગઢ
- બહુચરાજી
- રામ પગદંડી
- આ ઉપરાંત ઘણા બધા મંદિરો આ યાત્રા પ્રવાસમાં સામેલ છે જે તમે ઓફિસિયલ વેબસાઈટ પર જોઈ શકશો, સરળતા ખાતર અમે ઓફિસિયલ વેબસાઈટ ની લીંક નીચે આપેલી છે.
શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 દ્વારા મળતા લાભ : Shravan tirth Darshan Yojana 2024 benefits
- આ યોજના દ્વારા સરકાર વૃદ્ધ માતા પિતાને ગુજરાતના અલગ અલગ ધાર્મિક કે પવિત્ર સ્થળોની યાત્રા કરાવે છે.
- જીએસઆરટીસી કે ખાનગી લક્ઝરી બસ ન ઉપયોગ પર બસના ભાડાની 75% રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.(માનો કે રૂપિયા એક લાખ નો ખર્ચ થયો, તો આ ખર્ચમાં રૂપિયા 75 હજાર તો સરકાર જ ચૂકવશે, હવે યાત્રાળુઓના સમૂહે ફક્ત ₹25000 ચૂકવવાના રહેશે. હવે 27 નું ગ્રુપ છે તો એકના ભાગે ફક્ત 925 રૂપિયા જ આવશે)
- આ યોજના દ્વારા હવે વૃદ્ધ માતા પિતાને 72 કલાક( ત્રણ રાત્રી અને ત્રણ દિવસ) સુધી યાત્રા કરાવવામાં આવે છે.
કોને શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 નો લાભ મળી શકે છે ? Shravan tirth Darshan Yojana 2024 eligibility
જો તમે શ્રવણ તીર્થ દર્શન યોજના દ્વારા યાત્રા કરવા ઈચ્છો છો તો સરકારે તેના માટે કેટલીક પાત્રતા નક્કી કરી છે જે નીચે મુજબ છે.
- આ યોજના દ્વારા યાત્રા કરવા માટે જે તે વ્યક્તિ ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
- આ યોજના દ્વારા ઓછા કરશે યાત્રા કરવા માટે અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
- પતિ પત્ની બંને એકસાથે આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તો બંનેમાંથી કોઈ એકની ઉંમર 60 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
- આ યોજનામાં કોઈ એક વ્યક્તિ દીઠ ની અરજી માન્ય ગણવામાં નહીં આવે આ યોજનામાં લાભ લેવા માટે યાત્રાળુઓના સમૂહને જ અરજી લેવામાં આવશે.
- જો 72 કલાક થ વધારે ની યાત્રા કરો છો તો, સરકાર ૭૨ કલાક માટે જ આર્થિક સહાય પૂરી પાડશે. 72 કલાકથી વધારાની કલાક માટે તમારે સો ટકા પૈસા ચૂકવવા પડશે.
- આ યાત્રામાં યાત્રાળુ સિવાયના અન્ય લોકો જેમ કે ડોક્ટર રસોઈયા, વૃદ્ધાશ્રમ ના કાર્યકરો વગેરે માંથી પાંચ જ એવા વ્યક્તિને આ યાત્રામાં મંજૂરી આપવામાં આવે છે કે જેની ઉંમર 60 વર્ષ કે તેથી ઓછી હોય.
- આ યોજનાની મંજૂરી મળી ગયા બાદ વધુમાં વધુ બે મહિનામાં યાત્રા કરાવવાની રહેશે જો તેનાથી વધારે વિલંબ થશે તો માન્યતા આપોઆપ રદ થઈ જશે.
- આ યોજના દ્વારા લાભ લેનાર વ્યક્તિની ઉંમર 75 વર્ષ કે તેથી વધારે હોય અને તે વ્યક્તિ એકલા જ છે તો તે 18 વર્ષથી વધુ ઉમરના એક વ્યક્તિને અટેન્ડન્ટ તરીકે સાથે લઈ જઈ શકશે.
- વરિષ્ઠ નાગરિકોનું ઓછામાં ઓછા 27 નું ગ્રુપ બનાવીને બસ ભાડે કરેલ હોય તો જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
શ્રવણ તીર્થ દર્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- મોબાઈલ નંબર
- આધારકાર્ડ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- રેશનકાર્ડ
- રહેણાંકનો પુરાવો (ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, પાનકાર્ડ, વીજળી બિલ, લાયસન્સ વગેરે મથી કોઈ એક)
- આ ઉપરાંત યાત્રા માટે જો ખાનગી બસ દ્વારા યાત્રા કરવાની હોય તો, ખાનગી બસને લગતા બધા જ ડોક્યુમેન્ટ.
શ્રવણ તીર્થ દર્શન યોજના માટે અરજી પ્રક્રિયા : Shravan tirth Darshan Yojana 2024
જો તમે આ યોજના નો લાભ લેવા ની ઈચ્છા ધરાવવો છો અને તમે આ યોજના માટે જરૂરી પાત્રતા ધરાવો છો તેમજ જરૂરી બધા જ ડોક્યુમેન્ટ હાજર હોય તો તમે નીચેના સ્ટેપ ફોલો કરી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો.
- સૌપ્રથમ તમારે તમારા મોબાઇલ કે લેપટોપમાં ઓફિસિયલ વેબસાઈટ https://yatradham.gujarat.gov.in/ ઓપન કરવાની રહેશે.
- વેબસાઈટ ઓપન કરતા “booking for Shravan tirth” નામનું ઓપ્શન દેખાશે જેમાં ક્લિક કરશો એટલે “registration” નો ઓપ્શન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરતા જ તમારી સામે એક ફોર્મ ખુલી જશે જેમાં પૂછેલી દરેક વિગત ભરવાની રહેશે.
- રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ફરી “booking for Shravan tirth” ઓપ્શન પર ક્લિક કરશો એટલે “online application” નામનું ઓપ્શન દેખાશે, આ ઓપ્શન પર ક્લિક કરતા જ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે.
- આ અરજી ફોર્મમાં દરેક વિગત ધ્યાનપૂર્વક ભરવાની રહેશે.
- આ ફોર્મમાં દરેક વિગત ભરાઈ ગયા બાદ “submit” બટન પર ક્લિક કરતા જ, તમારી ઓનલાઇન અરજી પ્રક્રિયા સફળતાપૂર્વક થઈ જશે.