ઇલેક્ટ્રિક વાહનો હવે થઇ ગયા સસ્તા, સરકાર દ્વારા નવી યોજના શરુ કરવામાં આવી

Gujarat ev subsidy 2024: ભારત સરકારે ઇલેક્ટ્રિક વાહનો (EV)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં લીધા છે. 1 એપ્રિલ, 2024થી શરૂ થયેલી ‘ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ પ્રમોશન સ્કીમ 2024‘ (EMPS 2024) એ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

આ યોજના હેઠળ, ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકોને સબસિડી મળશે. આ સબસિડી વાહનના પ્રકાર અને બેટરી ટેકનોલોજી પર આધારિત છે.

RBI નો નવો નિયમ આવી ગયો, હવે તમારી ઈચ્છા મુજબ ની તારીખ પર ભરો ક્રેડિટ કાર્ડનું બિલ

Advertisment

EMPS 2024 યોજના 2024

દેશમાં ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હીકલ (FAME-2) પ્રોગ્રામનો બીજો તબક્કો 31 માર્ચ, 2024ના રોજ સમાપ્ત થઈ ગયો છે. FAME યોજના હેઠળ સબસિડી 31 માર્ચ સુધી અથવા ભંડોળ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વેચાતા ઇલેક્ટ્રિક વાહનો માટે ઉપલબ્ધ હતી.

1 એપ્રિલ 2024 થી ત્રીજો તબક્કો ચાલુ થઇ ગયો છે અને આ યોજના હેઠળ 10 હજારથી 50 હજાર સુધીની સબસીડી આપવામાં આવશે. 3,72,215 ઇલેક્ટ્રિક વાહનોને સબસિડી આપવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

રેલ કૌશલ વિકાસ યોજના 2024 ના ફોર્મ ભરવાનું શરુ થઇ ગયું છે, મફતમાં તાલીમ મેળવી ને નોકરી મેળવવાની સોનેરી તક

ઇલેક્ટ્રિક વ્હીકલ પર કેટલી સબસિડી મળશે 

  • દ્વિ-ચક્રી વાહનો (E-2W): ₹10,000 સુધી
  • નાના ત્રિ-ચક્રી વાહનો (E-rickshaw અને E-cart): ₹25,000 સુધી
  • મોટા ત્રિ-ચક્રી વાહનો: ₹50,000 સુધી

1 એપ્રિલ, 2024 થી 31 જુલાઈ, 2024 સુધી ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ પ્રમોશન સ્કીમ 2024‘ (EMPS 2024) હેઠળ તમે લાભ લઇ શકશો.

ઑનલાઇન અરજી કરો, પાત્રતા અને છેલ્લી તારીખ

EMPS 2024 યોજનાનો ઉદ્દેશ

  • ગ્રાહકો માટે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનું સસ્તું બનાવવું
  • દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વેગ આપવો
  • ગ્રીન ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને પ્રોત્સાહન આપવું
  • ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન ઉદ્યોગને વિકસાવવો
  • મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન કરવું
  • EMPS 2024 યોજના ઉપરાંત, ભારત સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે અન્ય પણ ઘણી યોજનાઓ શરૂ કરી છે.

FAME 2 યોજના

આ યોજના ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને ખરીદીને સબસિડી આપે છે. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ દ્વારા દેશભર માં ચાર્જિંગ સ્ટેશનોનું નેટવર્ક વિકસાવી રહી છે.

ઇલેક્ટ્રિક વાહનો પર GST ઘટાડવામાં આવ્યો છે અને તેમને રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ બધી યોજનાઓનો ઉદ્દેશ્ય ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવાને વેગ આપવાનો અને દેશને ગ્રીન ટ્રાન્સપોર્ટેશન ભવિષ્ય તરફ દોરવાનો છે.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close