વૃદ્ધ પેન્શન યોજના 2024: ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના સામાજિકતા ન્યાય અને આધિકારિકતા વિભાગ ગુજરાત દ્વારા ગુજરાતના વૃદ્ધો માટે શરુ કરેલ છે. જેના અંતર્ગત ગરીબ વૃદ્ધને દર મહિને 1250 ની રકમ આપવામા આવશે..
આ યોજના ની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે તો આપ આ લેખ અંત સુધી અવશ્ય વાંચજો.
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના 2024
તાજેતરમા ગુજરાત સરકાર દ્વારા દરેક વર્ગ માટે વિવિધ યોજનાઓ ચાલુ કરવામા આવી છે.જેમા ગુજરાતના ગરીબ વૃદ્ધો માટે આવી વિવિધ યોજનાઓ લોંચ કરવામા આવી છે. ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજનામા ગરીબી રેખાની યાદીમાં 0 થી ૨૦ સ્કોરમાં નામ નોધાયેલ કુટુંબના સભ્યને લાભ આપવામા આવે છે. આ યોજના સરકાર એવા વૃદ્ધ લોકો માટે ચલાવવામાં આવી છે, જેઓ નિરાધાર છે, જેમની પાસે રોજગારીનું કોઈ સાધન નથી, જે ગરીબ છે, આ લોકોને આર્થિક સહાય આપવા રાજ્ય સરકારની આ ખૂબ જ સારી પહેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે sje.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે.
વૃદ્ધ પેન્શન યોજના 2024
યોજનાનુ નામ | ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના |
લાભાર્થી જૂથ | 60 વર્ષ કે તેથી વધુ |
મળતી સહાય | રૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને |
અમલીકરણ | મામલતદાર કચેરી |
ઓફીસિયલ સાઇટ | sje.gujarat.gov.in |
કોને લાભ મળી શકે?
- ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્વ.
- ગરીબી રેખાની યાદીમાં 0 થી ૨૦ સ્કોરમાં નામ નોધાયેલ કુટુંબનો સભ્ય
અરજી આપવાનુ સ્થળ
- સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય https://www.digitalgujarat.gov.in/
વૃદ્ધ પેન્શન યોજના document
- ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.
- ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર.
- આધાર કાર્ડ
- બેન્ક/પોસ્ટ ઓફીસ એકાઉન્ટ
Indira gandhi vrudh pension yojana હેઠળ મળવાપાત્ર લાભ
- ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- માસિક
- ૮૦ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- માસિક
સહાયની ચુકવણી
- ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.
અરજી પત્રક ક્યાંથી મળશે.
- જિલ્લા કલેકટર કચેરી.
- મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
- ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.
- નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
- https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
- મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.
યોજનાનું અમલીકરણ
- સબંધીત મામલતદાર કચેરી.
અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે
- નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.
સહાય ક્યારે બંધ થાય ?
- લાભાર્થીનું નામ ૦ થી ૨૦ ની બી.પી.એલ યાદીમાંથી દુર થતાં
- લાભાર્થીઓનું અવસાન થવાથી
સારાંશ
આ આર્ટીકલ માં અમે તમને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી આપી છે તમે કઈ રીતે આવેદન કરી શકો અને તમને કેટલા રૂપિયાનો લાભ મળશે તેની સંપૂર્ણ જાણકારી નો સમાવેશ કરેલ છે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અને તમારા ફેમિલી સુધી આ આર્ટિકલ શેર જરૂર કરજો.