Namo shri yojana 2024: નમો શ્રી યોજના 2024 હેઠળ સગર્ભા મહિલાઓને મળશે 12000 ની સહાય ફ્રી માં ફોર્મ ભરો અહીંથી

Namo shri yojana Gujarat 2024 online registration: ગુજરાતમાં મહિલાઓ માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે, ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સગર્ભા મહિલા અને ધાત્રી માતાઓ માટે આર્થિક સહાય પુરી પાડવા  માટે નમો શ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત લાભાર્થી મહિલાને 12 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે અને તેના દ્વારા તેમનું અને તેમના બાળકનું સારો વિકાસ થઈ શકશે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

આ આર્ટીકલ આપણે નમોશ્રી યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું આ યોજનામાં કોણ લાભ લઇ શકે અને કેવી રીતે આવેદનાના ફોર્મ ભરી શકાય તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આ આર્ટીકલ માં આપેલ છે માટે આર્ટીકલ છેલ્લે સુધી વાંચવું.

Namo shri yojana Gujarat 2024। નમો શ્રી યોજના શું છે?

ગુજરાત સરકાર દ્વારા 2024 ના બજેટમાં આ વખતે કુલ 750 કરોડ રૂપિયાના ખર્ચે સગર્ભા મહિલા માટે એક નવી યોજના લોન્ચ કરવામાં આવી છે. 2024-25 અંતર્ગત મહિલાઓ માટે 750 કરોડનો ફાળો ફાળવવામાં આવ્યા છે અને આ અંતર્ગત આ યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ સગર્ભા મહિલા અને ધાવણ કરાવતીમહિલા માટે 12000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે અને આ સહાયનો મુખ્ય હેતુ છે સગલગામ બહેનો અને માતાઓને સ્વાસ્થ્ય સારું રહે અને તેમના બાળકોનું પણ પોષણ સારી રીતે થઈ શકે આ માટે ગુજરાત સરકાર દ્વારા કુલ આરોગ્ય વિભાગમાં 21000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને આરોગ્યને લગતી ઘણી બધી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે.

નમો શ્રી યોજનાની વિગત Namo shri yojana 2024

યોજનાનું નામ નમો શ્રી યોજના
ઘોષણા કરવામાં આવી ગુજરાત સરકાર
ક્યારે શરૂ કરવામાં આવશે 2024 થી
રાજ્ય ગુજરાત
વિભાગ આરોગ્ય વિભાગ
લાભ 12000 રૂપિયા
અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન અથવા ઓફલાઈન
Official Website Namoshri.gov.in 

 

નમો શ્રી યોજનાનો ઉદ્દેશ્ય

દર વર્ષે ભારતમાં લાખો બાળકો પોષણ ન મળવાના લીધે મૃત્યુ પામે છે અને મૃત્યુદર દર વર્ષે વધતો જાય છે, આ માટે ગુજરાત સરકાર દ્વારા એક નવું પગલું લેવામાં આવ્યું છે.નવજાત બાળકો કુપોષણના લીધેમુર્ત્યું ન પામે અને માતાઓને પણ પૂરતું પોષણ મળી રહે તે માટે નમોશ્રી યોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ હતો.  ગુજરાત સરકાર દ્વારા 2024 માં યોજના શરૂ કરવામાં આવી.

Namo Shri Yojana પાત્રતા

  • આ યોજનાનો લાભ માત્ર ગર્ભવતી મહિલા અને ધાવણ માતાઓને જ મળશે
  • આ યોજનાનો લાભ માત્ર ગુજરાતના રહેવાસીઓને જ મળશે
  • જે મહિલા એસસી, એસટી, એનએફએસએફ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી હશે તેમને જ આ યોજનાનો લાભ મળશે
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ ( sc / st )
  •  જે મહિલાઓ આંશિક રીતે (૪૦%) અથવા સંપૂર્ણ વિકલાંગ હોય
  • BPL રેશન કાર્ડ ધારક મહિલા.
  • PMJAY કાર્ડ  (આયુષમાન ભારત કાર્ડ ) ધારક મહિલા.
  • ઈ શ્રમ કાર્ડ ધારક મહિલા.
  • કિશાન સન્માન નિધી હેઠળ ના મહિલા.
  • મનરેગા જોબ કાર્ડ ધારક મહિલા.
  • ૮ લાખ કરતાં ઓછી કૌટુંબિક આવક ધરાવતા મહિલા.
  • AWW/AWH/ASHA ( આંગણ વાડી વર્કર / આંગણ વાડી હેલ્પર / આશા )
  • કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઇપણ અન્ય શ્રેણી માં આવતા.
  • NFSA રેશન કાર્ડ ધારક મહિલા. ( રેશન કાર્ડ માં રેશન મળતું હોય તેવા કાર્ડ ધારક )

નમો શ્રી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ

  • અરજદારનું આધારકાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • સગર્ભા હોવા માટેનું પ્રુફ (Hospital Documents)
  • માતાઓ માટે નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર
  • અરજદાર નો મોબાઇલ નંબર
  • અરજદાર નો ફોટો
  • અરજદારની બેંક ખાતાની ડિટેલ્સ

નમો શ્રી યોજનામાં સહાય કેટલી મળશે

સગર્ભા / ધાવણ આપતી માતા ને પ્રસુતિ પહેલા અને પ્રસુતિ પછી  કુલ મળી ને રૂ. 12000/-  હજાર ની સહાય લાભાર્થી મહિલા ના બેન્ક ખાતા માં આપવામાં આવે છે .

હપ્તાની સંખ્યા ક્યારે મળશે પ્રથમ પ્રસુતિ દ્રિતીય પ્રસુતિ (દીકરી) દ્રિતીય પ્રસુતિ (દીકરો)
પહેલો ઇન્સ્ટોલમેન્ટ નમો શ્રી મહિલા સગર્ભાવસ્થા ની નોંધણી કરાવે ત્યારે 2000 રૂપિયા 2000 રૂપિયા 2000 રૂપિયા
બીજો ઇન્સ્ટોલમેન્ટ સગર્ભાવસ્થા ના 6 મહિના થશે ત્યારે 2000 રૂપિયા 3000 રૂપિયા 3000 રૂપિયા
ત્રીજો ઇન્સ્ટોલમેન્ટ ડિલિવરી થશે ત્યારે 2000 રૂપિયા 0 6000 રૂપિયા
ચોથો ઇન્સ્ટોલમેન્ટ નવજાત શિશુ ને પહેલી વેક્સિન લગાવવામાં આવશે ત્યારે 0 1000 રૂપિયા 1000 રૂપિયા
પાંચમો ઇન્સ્ટોલમેન્ટ જ્યારે મહિલા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે પાત્ર થશે ત્યારે 3000 રૂપિયા (નોંધણીથી 6 માસમાં), 2000 રૂપિયા (રસીકરણ પછી) 6000 રૂપિયા પ્રસુતિ વખતે 0
ટોટલ 12,000 રૂપિયા 12000 રૂપિયા  12000 રૂપિયા 

 

નમો શ્રી યોજના ઓનલાઈન Apply 

  • સૌપ્રથમ તમારે ગુજરાતને નમોશ્રી યોજના ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું છે વેબસાઈટ હજી ઉપલબ્ધ થઈ નથી ટૂંક સમય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે
  • હવે હોમ પેજ વાર નમોશ્રી યોજના પર ક્લિક કરો ત્યાર પછી એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો
  • હવે એક નવું ફોર્મ ખુલશે જેમાં તમારે તમારી બધી વિગત નાખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
  • પછી તમને માંગેલા દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે અને અપલોડ કર્યા પછી એકવાર તમારી વિગત ચકાસી લેવી
  • પછી સબમિટ બટન પર ક્લિક કરો
  • હવે તમારું Namo shri yojana ગુજરાત 2024 નું એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયું છે અને એપ્લિકેશન ફોર્મ સાચવીને રાખવી

Namo Shri Scheme 2024 Beneficiary List  

જે ઉમેદવાર હોય નમો શ્રી યોજનામાં અરજી કરી છે તેઓ પોતાનો લિસ્ટ માં નામ ચકાસી શકે છે જે ઉમેદવારો હોય યાદીમાં જેમનું નામ છે તેઓ તેમને બધા જ લાભ મળશે.

  • નમોશ્રી યોજનામાં તમારું નામ ચકાસવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
  • Beneficiary List નામનો ઓપ્શન દેખાશે તેની પર ક્લિક કરો
  • પછી અહીંયા તમારે તમારી એપ્લિકેશન આઈડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરવાનું રહેશે
  • પછી લાભાર્થીની યાદીમાં તમારે તમારું નામ નાખીને સર્ચ કરવાનું રહેશે જો આ યાદીમાં તમારું નામ હશે તો તમને 12000 રૂપિયા ની સહાય મળશે.

Namo Shri Scheme 2024 Status Check

  • નમો શ્રી યોજનામાં તમારું એપ્લિકેશન નું સ્ટેટસ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે હોમપેજ પર જવાનું છે
  • અહીં તમારે સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાની રહેશે
  • પછી તમારે એપ્લિકેશન આઈડી અથવા મોબાઈલ નંબર નાખવાનો રહેશે  અને તમારે ઓટીપી આવશે તે દાખલ કરવાનો રહેશે
  • પછી ચેક સ્ટેટસ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • અહીં તમે તમારી નામો શ્રી અરજીની  વિગતવાર માહિતી જોઈ શકો છો

સારાંશ 

આજે આપણે આ આર્ટીકલમાં નમોશ્રી યોજનાની વિગતવાર માહિતી જોઈ. આ યોજનામાં કયા ડોક્યુમેન્ટ જોશે, કોને કોને આ યોજનાનો લાભ મળશે અને કઈ રીતે આ યોજનાની અરજી કરી શકાશે તેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ માં આપી છે. તમને કોઈપણ પ્રશ્ન હોય તો તમે અમને ઇ-મેલ પર સંપર્ક કરી શકો છો અથવા કોમેન્ટમાં પણ પ્રશ્ન પૂછી શકો છો.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top