Ayushman Card Apply Online: આયુષ્માન કાર્ડ બનાવો ઘરે બેઠા બેઠા ઓનલાઇન આ રીતે

આજે આપણે આ લેખમાં આયુષ્માન કાર્ડ ઘરે બેઠા બેઠા કઈ રીતે બનાવી શકો તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું. અત્યારે આયુષ્માન કાર્ડ માં પાંચ લાખ સુધીનો મફત સારવાર આપવામાં આવે છે, હાલમાં ગુજરાતની બધી જ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ફરજિયાત થઈ ગયું છે.

તમે કોઈપણ હોસ્પિટલમાં જઈને આયુષ્માન કાર્ડ નો લાભ લઈ શકો છો. આયુષ્માન કાર્ડ યોજના લાવવા પાછળનું સરકારનું મુખ્ય હેતુ છે જનતાની સેવા કરવાનું. જો તમે બીમાર પાડો છો અને તમારી જોડે આયુષ્માન કાર્ડ છે તો તમે કોઈ પણ હોસ્પિટલમાં પાંચ લાખ સુધીની મફત સારવાર કરાવી શકો છો અને દર પાંચ વર્ષે આયુષ્માન કાર્ડ અપડેટ પણ કરાવી શકો છો.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

જો તમે પણ કોઈ સમસ્યાનો સામનો કર્યા વિના ઘરે બેઠા આયુષ્માન કાર્ડ બનાવવા માંગતા હોવ તો અમારા નીચેના લેખમાં આપેલી માહિતીને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો. અમે તમને અમારા નીચેના લેખમાં આસમાન કાર્ડ બનાવવાની સૌથી સરળ રીત જણાવી છે.  તમને આયુષ્માન કાર્ડ બનાવવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેથી આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચો અને તમારા પરિવાર સાથે શેર કરો.

મતદાન માટે આપવામાં આવ્યું નવું ઓળખ પત્ર, ઘરે બેઠા ડાઉનલોડ કરો તમારું મતદાર ઓળખ કાર્ડ

આયુષ્માન કાર્ડના ફાયદા

મિત્રો આયુષ્માન કાર્ડ બનાવવાના ઘણા બધા ફાયદા છે. હું તમને અહીં આયુષ્માન કાર્ડ ના મુખ્ય ફાયદા વિશે વાત કરીશ. આયુષ્માન કાર્ડ યોજના હેઠળ સરકાર ભારતના બધા જ રાજ્યમાં મફત સારવાર પહોંચાડવા માંગે છે, જો તમે બીમાર પડો છો તો તમને પાંચ લાખ સુધીની મફત સારવાર આપવામાં આવે છે.

પાંચ લાખ સુધીની તમે એકવાર મફત સારવાર લઈ લો છો પછી તમે તમારો આયુષ્માન કાર્ડ અપડેટ કરાવીને ફરીથી પાંચ લાખ સુધીની લિમિટ વધારી શકો છો. હાલમાં ભારતમાં 50 કરોડથી વધારે લોકો આયુષ્માન કાર્ડ નો લાભ લઇ રહ્યા છે. રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ લાભ આપવામાં આવે છે. હોસ્પિટલ નું લિસ્ટ તમે અહીંથી ચેક કરી શકો છો.

આયુષ્માન કાર્ડ માટે ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે અરજી કરવી- Ayushman Card Apply Online 2024

આયુષ્માન ભારત યોજના ગરીબ અને વંચિત પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આરોગ્ય વીમા કવચ પ્રદાન કરે છે. આ કાર્ડનો ઉપયોગ ભારતના empanelled હોસ્પિટલોમાં સારવાર માટે થઈ શકે છે. ઘરે બેઠા ઓનલાઈન આયુષ્માન કાર્ડ મેળવવા માટે, નીચેના સરળ પગલાંને અનુસરો:

પગલું ૧:

  • આયુષ્માન ભારતની ઓફિશિયલ વેબસાઈટ: https://abdm.gov.in/ ઍક્સેસ કરો.

પગલું ૨:

  • “લાભાર્થી” ટેબ પર ક્લિક કરો અને “નવો લાભાર્થી નોંધણી” વિકલ્પ પસંદ કરો.

પગલું ૩:

  • તમારો મોબાઈલ નંબર (જે આધાર કાર્ડ સાથે લિંક થયેલ હોય) દાખલ કરો અને OTP દ્વારા ચકાસણી કરો.

પગલું ૪:

  • આધાર કાર્ડ નંબર દાખલ કરો અને “આધાર OTP” મેળવવા માટે “આધાર OTP મોકલો” બટન પર ક્લિક કરો.

પગલું ૫:

  • આધાર OTP દાખલ કરો અને “વેરિફાય” બટન પર ક્લિક કરો.

પગલું ૬:

  • “કુટુંબના સભ્યો ઉમેરો” વિભાગમાં, જે સભ્યો માટે આયુષ્માન કાર્ડ મેળવવું હોય તેમના નામ, જન્મ તારીખ અને આધાર કાર્ડ નંબર દાખલ કરો.

પગલું ૭:

  • “સોલેમ્ન ડિક્લેરેશન” વાંચો અને “હું સંમત છું” ચેકબોક્સ પર ક્લિક કરો.

પગલું ૮:

  • “સબમિટ” બટન પર ક્લિક કરો.

તમારી અરજી સબમિટ થયા પછી:

  1. તમને SMS દ્વારા ટ્રેકિંગ ID મળશે.
  2. તમારી અરજીની સ્થિતિ આયુષ્માન ભારતની વેબસાઈટ: https://abdm.gov.in/ પર ટ્રેક કરી શકાય છે.
  3. થોડા દિવસોમાં, તમારું આયુષ્માન કાર્ડ મંજૂર થઈ જશે અને તમે તેને મોબાઈલ ફોન પર ડાઉનલોડ કરી શકશો.
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top