ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ ની પરીક્ષા મોફુક રખાઈ હતી તેની નવી તારીખ આજે જાહેર કરવામાં આવી છે. જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક કેડરની ગ્રુપ એ ની પરીક્ષા ની તારીખ ચૂંટણીના લીધે મોફુક રખાઈ હતી.
હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવી છે તમારે નવી તારીખ કઈ આવેલી છે તે જોવા માટે આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચો.
GSSSB ક્લાર્ક ભરતી 2024: મહત્વપૂર્ણ અપડેટ, મોકૂફ પરીક્ષાની નવી તારીખ જાહેર!
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જુનિયર ક્લાર્ક સહિતના કેટલાક મહત્વપૂર્ણ કેડર માટે યોજાનારી જા. ક્ર. 212/2023-24 પરીક્ષા મહત્વપૂર્ણ અપડેટ આવી છે:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈની પરીક્ષા લોકસભાની ચૂંટણીના કારણે તારીખ 20, 21, 27, 28 એપ્રિલ તેમજ તારીખ 4 અને 5 મે ના રોજ યોજાવનારી પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી. આ દરમિયાન પરીક્ષાની નવી તારીખ તુરંત જાહેર કરવામાં આવી નથી પરંતુ આજે મંડળ દ્વારા નવી પરીક્ષા ની તારીખ જાહેર કરવામાં આવી છે.
ધોરણ 10 પાસ પછી શું કરવું
નવી તારીખ જાહેર કરવામાં આવી છે જે આ મુજબ છે. તારીખ 11, 13, 14, 16, 17 અને 20 મે 2024 ના રોજ ચાર રાઉન્ડમાં નવી પરીક્ષા યોજવામાં આવશે. વિદ્યાર્થીઓએ આ બાબતે નવા કોલ લેટર તારીખ 8 મે 2024 ના રોજ GSSSB ની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર થયો છે તે અંગેની નોંધ વિદ્યાર્થીઓ ખાસ લે અને 8 મેં 2024 ના રોજ કોલ લેટર ડાઉનલોડ કરીને પોતાની નવી તારીખ વિશે અપડેટ જરૂર લે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ તથા ગ્રુપ બીના સીસીઈ 2024 પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેની નવી તારીખ ઉપર જણાવેલ મુજબ છે. તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ આ બાબતે ખાસ નોંધ લે.
બ્રેકીંગ ન્યુઝ : GSSSB ની CCE Exam date 2024 જાહેર
- પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી: લોકસભા ચૂંટણીને કારણે 20, 21, 27 અને 28 એપ્રિલ અને 4 અને 5 મે ના રોજ યોજાનારી પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી.
- CCE ની નવી તારીખો: મુલતવી રાખવામાં આવેલી પરીક્ષા હવે 11, 13, 14, 16, 17 અને 20 મે 2024 ના રોજ 4 રાઉન્ડમાં યોજાશે.
- GSSSB નવા કોલ લેટર: ઉમેદવારો 8 મે 2024 થી તેમના નવા કોલ લેટર GSSSB ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.
- પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ-A અને ગ્રુપ-B પદો માટે CCE 2024 પરીક્ષાના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
સારાંશ
આ લેખમાં આપણે CCE ની પરીક્ષા મુલતવી રાખી હતી તેને અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આ નવી તારીખ વિશેની સંપૂર્ણ માહિતી ઉપર આર્ટીકલ માં આપી છે, વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેવી અને તારીખ 8 મે 2014 ના રોજ નવા કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે જે તુરંત ડાઉનલોડ કરીને નવી પરીક્ષા કયા સ્થળ પર છે તે અંગેની જાણકારી લઇ લેવી અને તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સુધી આ આર્ટીકલ શેર કરવું.