Gujarat rain news: 3 કલાકમાં અંબાલાલ ની વરસાદ ની આગાહી પડી સાચી, અમદાવાદ માં મોડી રાતે ભુક્કા કાઢી નાખે એવો પડયો વરસાદ

Gujarat Rain Latest News: અમદાવાદના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાતે 1 વાગ્યે ધોધમાર વરસાદ પડતા ગરમીમાં માં થઇ રાહત અને વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાતા લોકો આનંદિત થઈ ગયા છે. હાલમાં પણ અમદાવાદ માં છાંટા ચાલુ છે.

ગુજરાતમાં ચોમાસું શરુ થયા પછી હવે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધારે વરસાદ જુનાગઢના મેંદરડામાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ખંભાળીયામાં 2.84 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે છથી આઠ વાગ્યા સુધીમાં એટલે કે બે કલાકમાં 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બે કલાકમાં સૌથી વધુ છોટાઉદેપુરના સંખેડામાં 1.28 ઇંચ વરસાદ નોંધાયો છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

SBI બેંક દ્વારા ફક્ત 15 મિનિટમાં મેળવો રૂપિયા પાંચ લાખ સુધીની અંગત લોન આ રીતે

આજે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થઇ શકે છે 

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબીમાં ઘણા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

24 કલાકમાં 28 જિલ્લામાં ખાબક્યો વરસાદ, લોકો થયા આનંદિત 

જામનગર, સુરત, વલસાડ, દેવભૂમિ દ્વારકા, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, ડાંગ, ભરૂચ, બોટાદ, સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, તાપી, અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદ, બનાસકાંઠા, નવસારી સહિતના જિલ્લાઓમાં મેઘ મહેર જોવા મળી હતી.

અમદાવાદમાં પણ મોડી રાતે 12.30 વાગ્યે વરસાદી માહોલ જામ્યો 

આજે રાતે 12.30 વાગ્યાથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. બે દિવસથી વાદળછાયું વાતાવરણ અને બફારો રહેતો હતો પણ વરસાદ નહોતો આવતો. જોકે આજે મોડી રાત્રે રાણીપ સહિતના વિસ્તારમાં વાદળા વરસ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા

સુરત: સોમવારે સુરત જિલ્લાના ઓલપાડમાં ચાર કલાકમાં 47 મીમી વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ઓલપાડ શહેર અને આસપાસના ગામડાઓમાં સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું હતું.

તાપી: તાપી જિલ્લાના વાલોડ અને વ્યારા શહેરમાં સાંજે 6 વાગ્યા બાદ ભારે વરસાદ શરૂ થયો હતો. બે કલાકમાં વાલોડમાં 44 મીમી અને વ્યારામાં 39 મીમી વરસાદ નોંધાયો હતો.

ડાંગ: ડાંગના વઘઈમાં સોમવારે સાંજે 40 મીમી વરસાદ ખાબક્યો હતો. ડાંગના સાપુતારામાં પણ વરસાદે નયનરમ્ય દ્રશ્યો સર્જ્યા હતા. રવિવારે સવારે 6 વાગ્યાથી 24 કલાકમાં ડાંગ જિલ્લાના સુબીરમાં 63 મીમી વરસાદ નોંધાયો હતો.

વલસાડ: વલસાડ શહેરમાં સવારે ચાર કલાકમાં 37 મીમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે મુંબઈ-અમદાવાદ રેલ્વે લાઇનના અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ટ્રેન સેવામાં વિક્ષેપ પડ્યો હતો.

અન્ય વિસ્તારો: દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ રવિવારથી વરસાદ શરૂ થયો હતો. ભારૂચના વાલિયામાં 40 મીમી વરસાદ નોંધાયો હતો.

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top